Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Fantasy

પ્રેમનો રંગ

પ્રેમનો રંગ

1 min
144


ગ્રીષ્મની ગરમીથી વાલમ,

નિતરી રહ્યો છુ હરપળ હું,

તારી ઝૂલ્ફોના છાંયામાં વાલમ,

શિતળતા પામવા ઈચ્છુ છુ.


અંગારા જેવા તાપથી વાલમ,

સળગી રહ્યો છુ આજ હું,

પ્રેમનો મલમ લગાવી દે વાલમ,

જખ્મો દૂર કરવા ઈચ્છુ છુ.


વરસતા મેઘ મલ્હારમાં વાલમ,

ભીંજાયા વિના રહ્યો છુ આજ હું,

ખળ ખળ વહેતી સરિતામાં હું,

તારા પ્રેમથી ડૂબવા ઈચ્છુ છું.


શ્વાસોની સરગમ રેલાવી દે વાલમ,

દિલથી તાલ મેળવીશ આજ હું,

તાલ અને સરગમની સંગે વાલમ,

પ્રેમનો તરાનો ગાવા ઈચ્છુ છુ.


તને પામવાનું મારૂં સ્વપ્ન છે વાલમ,

તારા પ્રેમનો તરસ્યો છુ આજ હું,

મેઘ ઘનુષના સપ્ત રંગોથી વાલમ,

તારા પ્રેમમાં રંગાઈ જવા ઈચ્છ છુ.


ન તડપાવ તું દોડી આવ વાલમ,

દિલમાં સમાવીશ તુજને આજ હું,

પ્રેમની જ્યોત પ્રગટાવી "મુરલી",

હું હમેશા તારો બનવા ઈચ્છુ છુ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama