પ્રેમનો પ્રચાર અમે કરી લીધો
પ્રેમનો પ્રચાર અમે કરી લીધો
તને જોઇને સોળે શણગાર અમે કરી લીધો,
મનોમન અમે તને પ્રેમ પારાવાર કરી લીધો.
સ્વર્ગ કરતા પણ બમણું સુખ અમે પામી લીધું,
જ્યારે જરીક તારો દીદાર અમે કરી લીધો.
ભલે સ્થૂળ ચીજ કોઈ નાં દાઈ શક્યા તને,
પણ પૂરો સંસાર તારા નામે અમે કરી દિધો.
મળી ગઈ જાણે જન્નતની ખુશીઓ મને,
જ્યારે આ હૈયે તારો વિચાર અમે કરી લીધો.
મળી ગઈ મહેફિલમાં ખૂબ નામના અમને,
જ્યારે ગઝલમાં પ્રેમનો પ્રચાર અમે કરી લીધો.

