STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમનો મહિમા

પ્રેમનો મહિમા

1 min
329

પ્રેમનગરમાં વસવું છે મારે,

તારૂ પ્રેમભર્યુ મિલન માણવું છે,

તારા પ્રેમની સરિતામાં વહીને મારે,

પ્રેમનું ઉદ્યાન મહેંકાવવું છે.


તારૂં પ્રેમમંદિર બનાવીને મારે,

તેમાં સંગેમરમરની મુર્તિ સ્થાપવી છે,

તારા પ્રેમનો પૂજારી બનીને મારે, 

પ્રેમથી આરાધના તારી કરવી છે.


દિલથી પ્રેમનો ધંટનાદ કરીને મારે,

તારા પ્રેમની આરતી ઉતારવી છે,

દિલમાં પ્રેમજ્યોત પ્રગટાવીને મારે, 

તારા પ્રેમનો મહિમા ગાવો છે.


આવીજા તું આ પ્રેમ મંદિરમાં મારે,

તારા દિલની ધડકન સાંભળવી છે,

શ્ચાસોની સરગમ મેળવીને "મુરલી", 

પ્રેમ રાગનો મધુર આલાપ કરવો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance