પ્રેમનો એકરાર કરવા આવી છું
પ્રેમનો એકરાર કરવા આવી છું
આજે પ્રેમનો એકરાર કરવા આવી છું.
હૈયાની વાતોને, આમ વાચા આપવા આવી છું.
તારામાં જ સમાયું મારું અસ્તિત્વ,
તું જ મારું સમગ્ર વિશ્વ્વ.
એ સાબિતી આપવા આવી છું,
પ્રેમનો એકરાર કરવા આવી છુંં.
આંખોમાં તારા સપનાઓની,
વણઝાર લઈને આવી છું.
હૈયે તારા માટે પ્રેમનો ભંડાર લઈને આવી છું.
આજે પ્રેમનો એકરાર કરવા આવી છું..
શમાંની જેમ બળું છું,
તારા પ્રેમમાં મારી જાતને છળું છું,
બેપનાહ ચાહતનો પૂરો દરિયો લઈને આવી છું.
આજ પ્રેમનો એકરાર કરવા આવી છું..
તારા પ્રત્યેના અઢળક વ્હાલનો,
ઠોસ સબૂત લઈને આવી છું.
તારા પ્રેમને વ્યક્ત કરવા પૂરી ગઝલ લઈને આવી છું,
આજ પ્રેમનો એકરાર કરવા આવી છું.

