પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા
એક મળ્યું તું એક દિ' સ્પંદન મને,
વહાલનું મીઠું લાખેણુ સરોવર મળે,
મળ્યાંતા અમે એક પતંગના તહેવારે,
પ્યારની રંગત મળી હવે તારી સાથે,
બસ અમે નીકળી ગયાં એ પ્રેમપંથે !
અનાયાસે મળ્યું એક વ્હાલપ મને,
મૂકવાચાએ પણ ઘણું કહ્યું તું અમે,
નહોતો નાતો છતાં પતંગની એ દોરે,
ઘણુંય લપટાયાતા અમે પ્રેમની સંગે,
બસ અમે નીકળી ગયાં એ પ્રેમપંથે !!
અમારાં પ્રેમને વધાવ્યો તો પરિવારે,
ઝટ કરાવી સંબંધોની મીઠી પ્રતીતિ,
બદલાઈ ગયાં ત્યાં સંબંધો સદાયે,
સાથે મળ્યાં સંબંધોનાં લેખાંજોખાં,
બસ અમે નીકળી ગયાં એ પ્રેમપંથે !!
કદાચ મળતી હતી અમ હસ્તરેખા,
પતંગી મનગમતી હતી એ પરિભાષા,
મને સમજાઈ ગઈ લાગણીની ભાષા,
હાથમાં ઝાલીને હાથ સંબંધો વધાવા,
બસ અમે નીકળી ગયાં એ પ્રેમપંથે !

