પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા
કરી વાત, ઉચ્છશ્વાસ શ્વાસ સાથે,
ચાલે જિંદગી શું વિશ્વાસ સાથે,
આમ તો, આલમમાં આદમી જીવતો,
આઘાત, પ્રત્યાઘાત, વિશ્વાસઘાત સાથે,
મંજૂર નથી, મજબૂરી મનને 'મન' સાથે,
જીવવું, "જીવન" જીવને બસ તન સાથે,
ક્યાંથી ? પ્રેમની પવિત્ર પરિભાષા ભાષે,
હૈયું, હાડ,- હિમાલય જેવુંં જીવન ગળાય,
ત્યારે શિરી-ફરહાદ,લેલા-મજનુ થવાય.

