પ્રેમની લ્હાણી
પ્રેમની લ્હાણી
જીતી ગયો હું ગંજીફાની રમત,
આ શ્વાસોની રમત હું જીતી ન શકું,
જીવી લે મસ્ત મૌલા જેવું,
ફરીથી આ જીવન મળે કે ન મળે,
હળી ને મળી ને જો સૌને,
પ્રેમની લ્હાણી કરીને તો જો સૌને,
શું લવ્યો'તો, શું લઇ જવાનો,
કર્મોની છાબડી ભરીને તો જો હવે,
કાંટા ક્યારેય વાવતો નહીં,
સમજણના ફૂલો પાથરીને તો જો હવે.