STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમની લગન

પ્રેમની લગન

1 min
129

લગન લાગી છે તારી મુજને,

તને પામવા હું ઈચ્છુ છું,


હર પલ તારી યાદ સતાવે,

યાદ કરીને હું તડપુ છું,


છબી છે તારી હૃદયમાં મારા,

તારું સાંનિધ્ય હું ઝંખુ છું,


નિતરતું તારું યૌવન જોઈને,

મદહોંશ થવા હું ઈચ્છુ છું,

રખડી-ભટકીને થાક્યો છું હવે,

તારા મિલન માટે તરસુ છું,


તારી પ્રેમભરી નજર પામીને,

પ્રેમમાં ડૂબવા હું આતુર છું,

વર્ષોથી વાટ જોઉં છું તારી,

વિરહ દૂર કરવા તલસુ છું,


દૂર કરી દે હવે પ્રેમનું અંતર,

નજીક આવવા હરખુ છું,

તારા લચકતા યૌવન રસમાં,

તરબોળ થવા હું માંગુ છું,

જીવનની વસંત મહેકાવ "મુરલી"

પાનખર ભૂલવા હું ઈચ્છુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance