પ્રેમની કવિતા
પ્રેમની કવિતા
ચાલ મારા મનની નિરાશા હટાવી દઉં,
મારી કલમને લખવા માટે સજાવી દઉં,
હટાવી દે મુખ પરથી નકાબ તું વાલમ,
તારા હૃદય પર પ્રેમની કવિતા લખી દઉં,
કવિતા લખવા પ્રેમનો વિરહ હટાવી દઉં,
મારા નયનના આયનામાં તને વસાવી દઉંં,
સોળે શણગારમાં સામે બેસીજા તું વાલમ,
તારા હ્રદય પર પ્રેમની કવિતા લખી દઉં,
સપનું મારૂં આજે હકીકત બનાવી દઉં,
તારી નજર સાથે મારી નજર મેળવી દઉં,
તારા અધરોના શબ્દો હું સાંભળીને વાલમ,
તારા હૃદય પર પ્રેમની કવિતા લખી દઉં,
તારા પ્રેમનાં અશ્રુઓની શ્યાહી બનાવી દઉં,
તે શ્યાહીને પ્રેમથી મારી કલમમાં ભરી દઉં,
તારા શબ્દોને કલમથી શણગારીને "મુરલી",
તારા હૃદય પર પ્રેમની કવિતા લખી દઉં,