STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

પ્રેમની એ યાદગાર ક્ષણ બની ગઈ

પ્રેમની એ યાદગાર ક્ષણ બની ગઈ

1 min
386

તારા પ્રેમની એ ક્ષણ કમાલ કરી ગઈ,

મારા હૈયે એ ધાંધલ ધમાલ કરી ગઈ.


કહેવું હતું ઘણુ મારે તને શબ્દોમાં,

પણ હોંઠ મૌન રહ્યાને આંખો ઘણું કહી ગઈ.


તારી હર એક અદા લાગે મને બહુ પ્યારી,

તારી સાથે વિતાવેલી પ્રેમની ક્ષણો યાદગાર બની ગઈ.


કર્યો તે નજરોથી એવો જાદુ કે,

ભૂલી ગઈ હું દુનિયાને,તારામય બની ગઈ.


મળ્યો તારો પ્રેમ એવો કે ઉદાસી મારાથી અળગી થઈ ગઈ,

તારી એક ઝલક પામવા હું બહાવરી બની ગઈ.


મળતા નહોતા કોઈ શબ્દોમાં કે પ્રાસ,પણ મુલાકાત થતાં તારી,

જોને આ દિલની વાતોની ગઝલમાં રજૂઆત થઈ ગઈ,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance