STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પ્રેમમાં અડગતા

પ્રેમમાં અડગતા

1 min
123

તુજથી દૂર રહેવું નથી મારે,

તારા સમાજથી હવે ડરવું નથી,

જ્યાં સુધી હું જીવુ છું સનમ,

તારો સાથ મારે કદી છોડવો નથી.


પ્રેમનો તરસ્યો રહેવું નથી મારે,

તારા પ્રેમ માટે હવે તડપવું નથી,

દિલની ધડકન તું જ છો સનમ,

તારો સાથ મારે કદી છોડવો નથી.


વિરહના આંસુ વહાવવાં નથી મારે,

તારા પ્રેમની આગમાં હવે બળવું નથી,

પ્રેમની સરિતામાં વહેવું છે સનમ,

તારો સાથ મારે કદી છોડવો નથી.


તુજને પ્રેમની દેવી માનવી છે મારે,

તારા પ્રેમની પૂજા હવે છોડવી નથી,

તું તો હમેશાં મારા દિલમાં છો "મુરલી", 

તારો સાથ મારે કદી છોડવો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance