પ્રેમભર્યું વલણ રાખજો
પ્રેમભર્યું વલણ રાખજો
કદર કરીલો પ્રેમની આમ અજાણ્યા બની જતા ના રહેતા,
હૈયે સદા લાગણીનું વહેતું તમે ઝરણ રાખજો.
નફરતનું ના તમે આવરણ રાખજો,
સદા અમારી સાથે પ્રેમ ભર્યું વલણ રાખજો.
ભલે હોંઠ મારા વ્યક્ત ના કરી શકે પ્રેમની વાણી,
પણ હૈયું અહેસાસ કરી શકે એવું શ્રવણ રાખજો.
દુનિયાની ભીડમાં કદી ન ભૂલી જતા અમને,
હૈયે તમે એવું અમારું સ્મરણ રાખજો.
પોતાના છો, પોતાના જ રહેજો ,અજાણ્યા બની પ્રહાર ના કરશો,
જીવનમાં સદા તમે પોતાપણાનું આચરણ રાખજો.

