પ્રેમ
પ્રેમ
પ્રેમનું અસ્તિત્વ ત્યારેય હતું
નહોતો જયારે માનવ સુસંસ્કૃત થયો
પ્રેમ ત્યારેય અનુભવાતો
નહોતો જયારે માનવ બોલતા શીખ્યો
પ્રેમનો ત્યારેય પ્રતિસાદ અપાતો
નહોતો જયારે માનવ ભાવતાલ કરતો
ચાલો, અહમ ને નાથીએ
એકબીજાને પ્રેમ કરવા
ચાલો, સ્વાર્થ ને ખતમ કરીએ
એકબીજાની સાથે રહેવા
ચાલો, હ્રદય ને ઈર્ષ્યા થી મુક્ત કરીએ
અંતરનો પ્રેમ માણવા.