પ્રેમ
પ્રેમ


આતો પ્રેમ નહિ પ્રેમ જેવું થાય
'હા' 'ના' વચાળે કેવું રે મન અટવાય,
વાસંતી વાયરા વાયા
પોતીકાં થયાં આજ રે પારાયાં
આતો પ્રેમ નહિ પ્રેમ જેવું થાય.
નેહે ઉડ્યા કઈ ફુગ્ગા રે,
નવ રેશો કોઈ મૂંગા રે,
કેહવુ જે હો એ આજ રે કેહવાય
આતો પ્રેમ નહિ પ્રેમ જેવું થાય.
જ્યાં હો બસ ગમતું એક જણ હો,
સંગ લાગણી. અઘમણ હો,
પ્રીત્યું ઘૂંટ રે પીવાય
આતો પ્રેમ નહિ પ્રેમ જેવું થાય.