STORYMIRROR

Vrajlal Sapovadia

Tragedy Inspirational

4  

Vrajlal Sapovadia

Tragedy Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
566

પ્રેમને નથી હોતું કોઈ જ લખેલું સરનામું

પ્રેમીઓ ક્યાં રાખે છે હવે અગાઉથી નામું


ધૂન ચડે ત્યારે ઈચ્છે કે જીંદગી ભર પામું

વાંધો પડે એટલે થઈ જાય તરત નકામું


નશામાં વિચારે કે હવે તો બરોબર જામું

પ્રેમનો નશો કે નશામાં પ્રેમ ભેદ ન પામું


બીજી પળે શોધે બહાનું હવે આ કેમ થામુ

ધર્મના ઠેકેદારો લઇ ડંડો ઘુમે કે કેમ ડામું


અમૂર્ત પ્રેમની વાતો કહી અહીં જ વિરામુ

પ્રેમને નથી હોતું કોઈ જ લખેલું સરનામું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy