'પ્રેમ'ની વાત 'પ્રેમ'થી
'પ્રેમ'ની વાત 'પ્રેમ'થી
પુછ એ પાંપણને જે કેટલું શરમાઈ હશે ..!
ઘડીક તારા અંદેશાથી એ એટલું ઝુકાઈ હશે ..!
ભૂલું ક્યાં એ રાત ! જ્યાં તારી વાત મંડાઈ હશે ..!
વગર શિયાળે યાદોમાં એ કેટલીય લંબાઈ હશે ..!
જે જે તે અવસરમાં, તારી હાજરી પુરાઈ હશે ..!
નથી યાદ કે બીજે ક્યાં મેં ખુદ ને આમ સજાઈ હશે ..! !
ના ના કરતાંય અટકે તુજ પર! મુજ સંગ બીજી હજાર ઘવાઈ હશે ..!
તેમ છતાં ના ડાઘ આ ચાંદ પર, તે નજર એવી ક્યાં બંધાઈ હશે..!
સંતાડેલી એ લટ ફરી, ત્યાં જ કેમ લહેરાઈ હશે ..!
જાણે તારા હાથે સરખી થવા એ એમ ગૂંથાઈ હશે ..!
આંખો વાટે વેદના એ હજારવાર સરકાઈ હશે ..!
યોગ જાણી વિયોગના એ ખૂબ ગભરાઈ હશે ..!
મારી'ના' માં પણ તારી 'હાં' ને મેં હસતાંમન અપનાઈ હશે ..!
નથી ખોટું કે માત્ર તારા માટે જ મેં સ્વને સહર્ષ મનાઈ હશે..!

