Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Charmi Vora

Romance

5.0  

Charmi Vora

Romance

'તું' અને 'હું'

'તું' અને 'હું'

1 min
511


તું ધીમો ધીમો શીતળ, પ​વન કોઇ બની જા, 

હું પાન ખરી ને ડાળથી, તારી સંગ લહેરાતી રહીશ..!


તું મૌનપિટારો મુજમાં, અવાજ એક બની જા, 

હું શબ્દે-શબ્દે તારા, કહાની ગુંથી લ​ઈશ..!


તું સુરીલી સરગમ કોઇ, સુરતાલ ને કેહેતો જા, 

હું ગોતતી રહેતી ગીતોને, પળ​વારમાં ગાઇ દઈશ..!


તું આંખનાં તારા પાણીને, ખોભે ભરતો જા, 

હું મેઘ બનીને મસ્ત એ, મલ્હાર માણી લઈશ..!


તું હૈયાની હાંસીનો મારું, કારણ બની જા, 

હું લાલીકેરો ચહેરા પર, એ શ્રુંગાર સજી લઈશ..!


તું સદૈવ સમીપે રહેનારી, એ યાદ બનતો જા, 

હું તું જડે ના રસ્તે જે,એ મંઝિલ ભૂલી જઈશ..!


તું અનકહી એ લાગણીઓ ના, લેખ લખતો જા, 

હું પાત્ર વિનાની પટકથામાં પણ, મારો ભાગ ભજ​વી દ​ઈશ..!


તું હકીકત બની ને મારામાં, ખુદને જીવી જા, 

હું પ્રીયસી તારી પ્રેમથી, એ સ્વપ્નમાં સૂતી રહીશ..!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance