STORYMIRROR

Charmi Vora

Drama

4  

Charmi Vora

Drama

સફર બેડથી બાથરૂમ સુધી..!!

સફર બેડથી બાથરૂમ સુધી..!!

1 min
401

ઓપથી આંતરેલા ઓરતાં જ્યારે,

અલાર્મના એ ટકોરે તૂટે,

બસ પાંચ મિનિટની છૂટના બોલે 

સપનાનો એ સાથ છૂટે..!


ધૂંધળું એ નજરાણું,

કોઇ કોર અથડાતાં પગ..!

એ શાંત પહોરની ઊંઘ જ મારે મન, 

સૌથી મોટો ઠગ..!


ડગલાં એ ચાર ભરવામાં ડગ ડગમગાય છે..!

સમક્ષ એ મંજિલ માહે માઈલો વર્તાય છે..!


ઊંઘ ભરેલી આંખોને,

જાગતું જગાડતુ મન..!

ચાલ હવે મોડું થયું..!

આજ ફરી આળસુ ના બન..!!


અધૂરાં શમણાં ને જીવવાની જંગ,

એ દરવાજાની કડી સાથે કેદ થાય છે..!

બસ આ જ હાડમારીઓ સાથે રોજ સવારે,

સફર બેડથી બાથરૂમ સુધી થાય છે..!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama