શોધખોળ
શોધખોળ
ના શોધું આકાશ માં, અંધકાર - અજવાશ માં..!
અંતરના અંતરાલમાં વીંટળાયેલ છે તું,
મળ્યો ક્ષણ ક્ષણનાં શ્વાસમાં..!!
ના શોધું નિખારમાં, ના નેણની નમણાશમાં..!
છબી રૂપ અજીબ ઘોળાયેલ છે તું,
મળ્યો પલકારાના પ્રકાશમાં..!!
ના શોધું સંસારમાં,જે છે ખનખન અવાજમાં..!
યાદો-સરસો સિઁચાયેલ છે તું,
મળ્યો મુજ હાસ્યબાગમાં..!!
ના શોધું સરગમમાં, ના સૂર અને તાલમાં..!
શબ્દોના સારમાં સમાયેલ છે તું,
મળ્યો મેહફિલની વાહ-વાહ માં..!!
ના શોધું જવાબમાં, ના 'ના' અને 'હા' માં..!
મનની એક્માત્ર છૂટમાં છુપાયેલ છે તું,
મળ્યો મૌન કેરી માંગમાં..!!
ના પળભરના મેહમાનમાં, ના છે આજ અને કાલમાં..!
જિંદગીની જડથી જકડાયેલ છે તું,
"જીવનસાથી" મળ્યો પ્રેમના પર્યાયમાં..!!