Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Charmi Vora

Tragedy

5.0  

Charmi Vora

Tragedy

ફરી એકવાર અટવાઇ છું..!

ફરી એકવાર અટવાઇ છું..!

1 min
488


ગોથે ચડેલી જિંદગીમાં ફરીએક વાર અટવાઈ છું.!!


વંટોળ વિચારોનું, આંધી અંગે અંગમાં, 

ધુળ બની સમયમાં જાણે ક્યા ધકેલાઈ છું..!!


ખરાં-ખોટા ના જાદુઇ છે ભેદ,

લાગણીના જંતર મંતરમાં જબરદસ્ત જકડાઇ છું..!!


મારગ મળ્યા પણ એકલા અટુલા..!

એક જ મારી છાપ ત્યાં, જોતા જ ખુબ ગભરાઇ છું..!!


સંગાથ સારુ રખડું શું.??

ઝાલી હાથ પણ હંમેશ પછડાઇ છું..!!


સંબંધો કેરું ધિરાણ મોટુ..!

ભરી ભરીને વ્યાજ..હ​વે અકડાઇ છું..!!


નીડર ઉડતું પંખી કહું,

મનની પાંખમાં ફડફડ ફફડાઇ છું..!!


ભીના હૈયામાં, શબ્દો ઓગાળું..!

પ્રિય નામ એ લેતા લેતા, આજે પણ હકલાઇ છું..!!


ના આશનો અંશ..!

ઊભળાટની પણ વાટ..!

જાણું છું માત્ર 'હું' જ..!

કેમ કરી સચ​વાઇ છું..!!


ગોથે ચડેલી જિંદગીમાં ફરીએક વાર અટવાઇ છું..!!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy