STORYMIRROR

Krishna Mahida

Romance

3  

Krishna Mahida

Romance

પ્રેમ મંદિર

પ્રેમ મંદિર

1 min
223

 મંદિર જાઉં છું હું રોજ ને દર્શન 'એ' કરે,

સુમન ચરણે ધરૂં, મસ્તક મૂકી પાવન તું કરે.


કે ઉપવાસ તો ઘણા કીધા છે તવ કાજે પ્રભુ,

નહોતી ખબર કે મને પામવા જાગરણ તું કરે.


કે આરતી ઉતારું છું, હું રોજ તારા નામની,

કે કપૂર મૂકી મંગળ ઓવારણી મારી તું કરે.


ભાગેલ ભાણું કહીને, આરોગી તો ગયા મને,

પારણાં કરાવવા રોજ મને રાજભોગ 'એ' ઘરે.


મુખવાસ ધરું હું મારી આંખોનાં પાનનો.

મુજ પ્રેમભકિત સ્વીકારી આચમન તું કરે.


રાધા-કૃષ્ણનો પ્રેમ તો ભલે અધૂરો રહયો.

પણ જેના હૃદય 'એક' એને અલગ કોણ કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance