Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza lafz

Romance Others

2  

Shaimee Oza lafz

Romance Others

પ્રેમ એકરાર દિવસ

પ્રેમ એકરાર દિવસ

1 min
93


આંખોથી આંખો તો મળી ગઈ, મારી જિંદગી બનશો.

તું ને હું સાથે ઘરડા થાશુ,

આ સપનું આપણે જોયેલું

જો ઈચ્છા આપની હશે,

તો આ સપનું હકીકત બનશે,તું મને સાથ આપીશને ?


આપણે વચનોની તો ખુબ હારમાળા કરી,

સપનાંઓ અસંખ્ય જોયા,એને પુરા કરવા તારો અનમોલ સમય આપીશ ને !


હું જ્યારે હારી જાવ,

ત્યારે હિંમત મારી બનીશ ને, આ સફરમાં ક્યારે તો થાકી જવાશે તો ક્યારે હાંફી જવાશે શું તુ મારો સહારો બનીશ !


જ્યારે પ્રેમની વાત આવે,

ત્યારે લોકો તારુ ને મારુ નામ આપે એવો કરિશ્મા કરવો છે,એમાં તું સાથ આપીશ પ્રિયે..


ઓ હમસફર ઓ હમનવા 

આ સ્કીમ તો બે વર્ષ ચાલશે,પણ આપણો પ્રેમ સોશિયલ મિડિયામાં દેખાડા ઢોંગરૂપ નહીં પરંતુ એકમેકની મુસીબતમાં ફરિશ્તા આપણે બનશુ...તું મારા આવા પ્રેમનો સ્વીકાર કરીશ...!


મારો ગુસ્સો જ્યારે સાતમા આસમાને હોય ત્યારે તુ મને શાંત પાડી શકીશ,

આપણે જીવનની સફર લડી ઝગડીને સાથે વિતાવશુ આપ મારા આજીવન દોસ્ત બનવાનું પસંદ કરશો !


જાનુ...ચીકુ...બેબી બાબુ જેવા ચિંકણા ચોપડા શબ્દો રૂપી ધૂળ હટાવી વાસ્તવિકતા તરફ મંડાણ માંડવાનુ છે,તો આપ અતૂટ સંબંધ મારી સાથે બાંધશો

આ સપનાં આપણે સાથે મળી સજાવેલા,શું આપ આ જીવનની મુસાફરીમા સહકાર આપશો..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance