Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Romance Inspirational

4  

Neha

Romance Inspirational

પ્રેમ, આને પણ કહેવાય છે

પ્રેમ, આને પણ કહેવાય છે

1 min
75


શબ્દો વગર, આંખોથી પણ અનુભવાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


વિચારોમાં, તાદાત્મ્ય સાધી લેવાય છે,

ને, મનથી અનુભૂતિ કરાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


વગર કહ્યે દિલ, સઘળું સમજી જાય છે,

એકની પીડા, બીજાની આંખમાં દેખાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


મનગમતી વાનગી, વિના કહ્યે જમાડી દેવાય છે,

ને, અમીનાં ઓડકારથી, હૈયું ધરાય જાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


જોજનો દૂર રહેવાં છતાં, મન કળી જવાય છે,

એકની તકલીફે, બીજાંની ઊંઘ હરામ થઈ જાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


એક શબ્દ ઉપર, જાન ન્યોછાવર કરી દેવાય છે,

ને, દુનિયા આખી, એનામાં પૂરી થઈ જાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


પ્રણામ હજારો ભગવાનને ચરણે, કરાય છે,

ને, 'ચાહત'નાં નામે, દિલમાં ફક્ત એને પૂજાય છે,

પ્રેમ, આને પણ કહેવાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance