STORYMIRROR

Meena Mangarolia

Classics

4  

Meena Mangarolia

Classics

પરદેશી

પરદેશી

1 min
450

દિલડાંમાં સળગ્યા છે સંતાપ...

ચિતડું ચકડોળે ચડયું મારું.....

તારી રાહે પીયુ પરદેશી,

વાલમ વહેલા રે આવો મારે દેશ........


અંગ અંગ મારા ડૂકયા.....

મારો માયલો જાગ્યો આજ..

જુગજુગથી જોવું તારી વાટ...

વાલમ વહેલા રે આવો મારે દેશ......


પાંખો વિના મારે ઉડવું આકાશમાં...

ઉકળતી લહાય રેતીની વેદના

ગાતી રહી..

જુગ જુગથી જોવું તારી વાટ...

વાલમ વહેલા રે આવો મારે દેશ......

વાલમ વહેલા આવો મારે દેશ...


પ્રિતે ઓઢી છે વાલમ તને ગમતી

લાલ ચટક સુહાગન ચુંદડી...

સેંથામાં માંગ ટીકો સોહાય..

નાકે અમર નથણી, ભાલે કુમકુમ

બિંદી સોહાય...મંગલસૂત્ર મારા

સાજનનું...

બાજુબંધ કમખાની જોડ

જુગજુગથી જોવું તારી વાટ...

વાલમ વહેલા રે આવો મારા દેશ.

વાલમ વહેલા આવો રે મારે દેશ..


એકાંતે અમને છેતર્યા રે વાલમ....

મૃગજળ બની ફરુ સહરાની રેતમાં...

કાંબી કડલાના સૂર અને સાજ..

મારુ મનડુ મૂંઝાય અને હૈયું હિઝરાય..

જુગજુગથી જોવું તારી વાટ....

વાલમ વહેલા રે આવો મારે દેશ....

વાલમ વહેલા આવો રે મારે દેશ.....


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Classics