STORYMIRROR

bina joshi

Tragedy Inspirational

4  

bina joshi

Tragedy Inspirational

પ્રબળ જોઈએ

પ્રબળ જોઈએ

1 min
374

જીવન જીવવા કોઈ કળ જોઈએ,

સંબંધમાં પણ થોડું બળ જોઈએ,


પર્વત ગમે તેટલો ઊંચો ભલે હોય,

એ સર કરવા મન પ્રબળ જોઈએ,


રોજરોજ સૂરજ ઊગે અને આથમે,

કાંઈક મેળવવાં મન સકળ જોઈએ,


કોઈનાં પ્રેમમાં ભીંજાવ નહીં ચાલે

મનથી ભીંજાવા તરબોળ જોઈએ,


ક્યારેય સાથ મળે ક્યારેક ન મળે,

મજબૂત થવા મન અકળ જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy