પ્રભુ
પ્રભુ
હે પ્રભુ!
મારી એક માંગ છે, ન રહે કોઈના સ્વપ્ન અધૂરા.
જિંદગી છે અધૂરી, જો અધૂરી અદમ્ય ઈચ્છા.
રોજ ઉઘરાણી કરું, પૂરી થાય અભીપ્સા.
સાચા પ્રેમને પામવાની જેને હોય ઝંખના,
એકમેકમાં ઓગળીને જ પૂરા થાય શમણાં.
માંગણી હૃદયની છે હું જીવું મારી કલ્પના.
સાથ મળે એ હાથનો જેણે સાથે સ્વપ્ન સેવ્યા,
આજીવન સંગાથે પ્રેમથી ચાલવાની છે ખેવના.
શમણાં છે ખુલ્લી આંખના જે થાય હંમેશા પૂરાં
બસ એ 'કૃપા' પ્રભુની બીજી ન કોઈ અપેક્ષા.