STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

પ્રાર્થના.

પ્રાર્થના.

1 min
27.3K


ઉરનાં ઊંડાણેથી નીકળે છે પ્રાર્થના,

ઇશ સ્વયં હર્ષથી સાંભળે છે પ્રાર્થના,


નથી શબ્દવિન્યાસ એમાં જરુરી,

ભાવજગતમાં જઈને ઢળે છે પ્રાર્થના,


અંતરની એ છે અભિવ્યક્તિ પૂરી,

ખુદ પરમેશને જઈને મળે છે પ્રાર્થના,


મૌન કે અશ્રુભાષા એને ઉચિત,

ઇશને પણ પરવશ કરે છે પ્રાર્થના,


શાતા પરમ વળે ઉરને એ પછી,

હૈયું હરિનું ખળભળાવે છે પ્રાર્થના.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama