પ્રાર્થના થાય
પ્રાર્થના થાય
શક્તિ ભીતર હોય તો આરાધના થાય,
વિશ્વનાં કલ્યાણની કોઈ પ્રાર્થના થાય,
જો બને જડ લાગણીઓ જ્યાં કદી પણ,
ત્યાં હૃદયમાં કોઈ પણ ના ચેતના થાય,
ફક્ત નવ દિન કેમ ? મા તો નિત્ય રીઝે,
જ્યાં સદા નારી તણી જો વંદના થાય,
છે અનોખો પર્વ નવરાત્રી તણો આ,
રોજ રાતે માતની ઉપાસના થાય,
કામ સૌ ચોક્કસ પડતાં પાર ત્યારે,
મનથી ભીતર કોઈ જ્યારે ખેવના થાય,
હાથ પકડે માત જ્યારે માનવીનો,
જિંદગીની પૂર્ણ સઘળી કામના થાય,
જિંદગીભર બસ રહેવું તુજ ચરણમાં,
"ગીત"નાં અંતરમાં એવી ભાવના થાય.
