પ્રાણપુંજ
પ્રાણપુંજ
ઉગમણે અરુણોદય, આગમન રાજાધિરાજ તણા
બની અમૃતજલ, ઉષા પ્રસરાવે લાલિમા પથ પર
ધન્ય સકલ સચરાચર, ભરે અંજલિ જીવનરસની
હાર્યું તિમિર અજ્ઞાન તણું અને થયું જ્ઞાન ઉદિત
ઉદય શશીરાજ, શુભ્ર કાંતિ સોળ કલા મુદિત
અંબર તણી રૂપેરી કોરે ચળકે નક્ષત્ર તારીકા મોતી
વરસે સ્નેહામૃત અવની ઝીલતી આંચલ પસારી
હાર્યું તિમિર અજ્ઞાન તણું અને થયું જ્ઞાન ઉદિત
નીરખું આભ અસીમ મુજ અટારીએથી નિશદિન
કરતું રંગ લ્હાણ અત્ર તત્ર સર્વત્ર જીવંતતા બક્ષી
'દીપાવલી' સકલ પ્રાણપુંજ પ્રવાહની એક નાભિ
હાર્યું તિમિર અજ્ઞાન તણું અને થયું જ્ઞાન ઉદિત