પ્રાણપ્રિયાને
પ્રાણપ્રિયાને
તું તો દિલથી ઘણી જ સમજદાર છે,
જીવન જીવવા માટે તું તો રસધાર છે,
તારા એ પ્રીતના પાલવે તું કસદાર છે,
રંગે-રૂપે શોભતી તું મહાન કલાકાર છે,
ગુસ્સાના આવેગમાં તો તું જમાદાર છે,
પણ મારે દિલે વહાલી તું જલધાર છે,
આરુણ્યના ઉદયની તો તું તેજદાર છે,
પ્રભાતમાં તો તું લાલાની પૂજાકાર છે,
હૃદયથી તો તું ઘણી જ પોચીદાર છે,
પણ દિલથી સ્વભાવે તું સંધિકાર છે,
'મૃદુ'ના શબ્દોની તો સદા તું હકદાર છે,
મારા આ દિલમાં તો તારી ધબકાર છે.

