પપ્પાના પ્રેમની તોલે કોણ આવે
પપ્પાના પ્રેમની તોલે કોણ આવે
નિંદરમાં હોવ ને ચુપચાપ જોઈ લે મને
મારી નિંદર જોઈ શાંતિથી પોતે પોઢે
એ મારા પપ્પાના પ્રેમની તોલે કોણ આવે ?
હું જ્યાં માગું એક ચોકલેટ નાની
આખી દુકાન હાજર છે કરી દે
એ મારા પપ્પાના પ્રેમની તોલે કોણ આવે ?
એક આંખનું આંસુ જો એ ભાળે
હજારો સવાલ પૂછી એ મને હસાવે
એ મારા પપ્પાના પ્રેમની તોલે કોણ આવે ?
નાનકડી ઠોકર શું મને વાગે
દુનિયાના હર ખૂણે ફરી વળે
એ મારા પપ્પાના પ્રેમની તોલે કોણ આવે ?
ખુદથી વધારે જેને પ્રેમ કરે
પોતાનું સર્વસ્વ પ્રેમથી અર્પણ કરે
એ મારા પપ્પાના પ્રેમની તોલે કોણ આવે ?
હેત જેના કયારેય ન ખૂટે
માતાની સંગ વ્હાલ વરસાવે
એ મારા પપ્પાના પ્રેમની તોલે કોણ આવે ?
