STORYMIRROR

MITA PATHAK

Inspirational

4  

MITA PATHAK

Inspirational

પપ્પા

પપ્પા

1 min
287

ના જોઈએ કયારેય,કાંઈ નવીન,

છે મારી પાસે બધું જ,

હમણાં જ તો લાવ્યા,

કહીને વાતને વાળી લેતા,


છો ને હોય કેટલીય મૂશકેલીઓ,

પરિવારની તમામ ઈચ્છાઓ,

બોલ્યા પહેલા પૂરી કરતા,

ને સદાય હસતા મુખે રહેતા,

નિરંતર ચૂપચાપ રહી ને,

આકાંક્ષાઓ સાથે લડતા,

સુખનો અહેસાસ પરિવાર સાથે,

દુઃખ સઘળું ઓશીકે જઈ લૂછતાં,


સંસારમાં "હીરો" નામને,

યથાર્થ કરતો શબ્દ,

ઘરનો મોભી, એક જ છે,

એ છે મહાસાગરરૂપી પપ્પા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational