STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

પપ્પા બનવું સહેલું નથી

પપ્પા બનવું સહેલું નથી

1 min
337

સો ભાર હૈયામાં રાખી પરિવાર કાજ હસતાં રહેવું સરળ નથી,

ખરેખર, પપ્પા બનવું સહેલું નથી.


બાળ કાજ પોતે છોડે પોતાના અરમાન,

પોષવા પરિવારને છત્રરૂપ આધાર બનવું સહેલું નથી,

ખરેખર, પપ્પા બનવું સહેલું નથી.


ડર નહીં હું છું ને કહી બાળને હિંમત દેતા,

પોતે ભીડમાં હોવા છતાં બાળની ખુશીમાં પ્રાણ પૂરવા સહેલા નથી,

ખરેખર, પપ્પા બનવું સહેલું નથી.


પોતે હીરાની જેમ ઘસાઈ બાળનું જીવન ઝગમગાવે,

એવો હીરો બનવું સહેલું નથી,

ખરેખર, પપ્પા બનવું સહેલું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational