STORYMIRROR

Kalpesh Patel

Classics

4  

Kalpesh Patel

Classics

પોષી પૂનમ

પોષી પૂનમ

1 min
1.5K

પોષી પૂનમ આવી રે

હેતે રાંધ્યાં અન્ન, વા'લા !

રાહ જુવે બેની અગાસીએ

આવી પીરસને વીર, વા'લા,


વા'લો છે ખેતરે લોલ

જુવારના ડુંડે ચણતા પારેવા 

દેખી વા'લાને ખેતરે ઊભો 

મૂક્યું ચણવું અને ઊડ્યાં

આભ અમાપ 


મુંજયો વીરો ખેતરે બેઠો

સાંજે આવી પૂછે અગાસીએ

બેની બોલ તારો વા'લો

માનવ કે બેરહમ ચાડિયો ?


બેની બોલે ચાંદાસમ વીરો 

વા'લો મારો

નથી ચાડિયો, છે માજાયો

પીરસને મને ઝટ વીરા


ચૂરમું ચાનકી આ નાનકીને.

ચાંદનીએ રાંધ્યાં અન્ન, વા'લા !

પોષી પૂ'નમી તારી બહેના

પીરસને ઝટ વીર, વા'લા !



Rate this content
Log in

Similar gujarati poem from Classics