STORYMIRROR

Kalpesh Patel

Inspirational

3  

Kalpesh Patel

Inspirational

પંચમ અમૃતબિંદુ

પંચમ અમૃતબિંદુ

1 min
381

મોહની મોહિની છે ન્યારી

જ્યાં છે ગતિ,

ત્યાં અધોગતિ

વિના કારણ,

વીખરવાનું બને.


ઈચ્છાને પામવા,

કરગરવાનું બને.

પાછું, પામ્યા પછી,

છોડવાનું પણ બને.


ભર વસંતે,

ખરતા રહેવું પડે,

પ્રેમ છે તારક,

યા

મોહ છે મારક,

કોણ રહેશે સાર્થક,


એનો તાગ પામવા

ભટકી ને,

મરવાનુ પણ બને.

કારણકે

મોહ’ની મોહિની છેજ ન્યારી !

સૌથી રહે એ અજાણી.


મોહ’ની મોહિની લગાવી જીવન જીવવું, એ તો આંધળા થવા બરાબર છે. મોહથી ભ્રમિત થયેલો માનવી, અંધારામાં દીવાની આસપાસ ફૂદાંની પેઠ સંસાર ચક્રમાં ચકરડા ફરે અને અંતે મરી જાય, ત્યારે  પ્રેમ તો ટકાઉ હોય છે, એ પાલક છે તારક છે, પ્રેમ એ પારસમણિ છે, જે જિંદગીના તમામ પ્રશ્નો હલ કરવાની તાકાત ધરાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational