પિયુ આગમનની નિશાની .
પિયુ આગમનની નિશાની .
આજ ઉજ્જવળ દિસે આકાશ પિયુ આગમન નિશાની,
નયન નિમિષ બંધ થયા પ્રવાસ પિયુ આગમનની નિશાની.
રસ્તા રહ્યા સત્કારીને શેરીઓ જાણે કે સિંગાર સજનારી,
મનમંદિરે પ્રગટતી નૂતન આશ પિયુ આગમનની નિશાની.
અનહદ આનંદ અંતરે નૈનની થઈ ગઈ પ્રતિક્ષા ચાતકી,
વામ અંગ ફરકવાનો આભાસ પિયુ આગમનની નિશાની.
મોર કરે પોકારને કોકિલના સંભળાયા મીઠા કેવા ટહૂકાર!
થયો તરુપલ્લવે મદન આવાસ પિયુ આગમનની નિશાની.
રીમઝીમ વરસ્યાં વારિ કૃપાદ્રષ્ટિ કરી જાણે બાંકેબિહારી,
હિંચકીને સ્મરણનો હો અભ્યાસ પિયુ આગમનની નિશાની.

