STORYMIRROR

Katariya Priyanka

Romance

4  

Katariya Priyanka

Romance

પિયા મિલને

પિયા મિલને

1 min
263

પિયામિલાને,

આતુર પ્રિયતમા,

હવે તો આવ.


ચાતક મન,

રાહ જોઈ થાક્યું,

હવે તો આવ.


મન મયૂર,

પોકારતું તુજને,

હવે તો આવ.


તપતી ધરા,

નિરાશા ઓઢી ન લે,

હવે તો આવ.


કોપ ભવને,

રિસે ગરજે મેઘ,

હવે તો આવ.


ગુસ્સે ચમકે,

વીજળી ત્રમ ત્રમ,

હવે તો આવ.


મળવા કાજે,

ઉતાવળે અંબર,

છોડે મર્યાદા.


મનાવવા એ,

બુંદ બહાને આવે,

ચૂમે ધરાને.


વરસી મેહ,

ભીંજવતું ધરાને,

વ્હાલમાં ઘણું.


તૃપ્ત થૈ ધરા,

હરિયાળી ઓઢીને,

સજે શ્રૃંગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance