પિતાદિન
પિતાદિન
બાપુજી
બા જેને પૂજે, બા સાથે જ એટલે બાપુજી,
સમય જતાં તેઓ મમ્મી પપ્પા થયા
બંને શાંત અને અતિ પ્રેમાળ,
શિસ્તબદ્ધ છતાં બધી સ્વતંત્રતા
સરળ સમજુ ને નિખાલસ,
વાંચનનો શોખ અને અમને વારસો આપ્યો,
જ્યુથિકા રોયના ભજન માણે
હરી ઓમ શરણના ભજન માણે,
ભજનોનાં શબ્દો જીવનમાં ઉતારે
અન્યોને ભજનોની કેસેટ ભેટ આપે,
આફ્રિકાનાં શ્યામસુંદરની સેવા કરી
યોગનિષ્ઠ જીવન, એનો વારસો આપ્યો,
બેસ્ટ તરવૈયા સૌને તરતા શીખ્વયું
ને જીવનમાં પણ તરતા શીખવ્યું,
પિક્ચરનો શોખ ને સંસ્કાર સિંચતી
ઘણી મુવી જોવા લઈ જાય ને સમજાવે,
ઈશ્વર શરણમ્ ને નરસિંહ મહેતાની જેમ
હૂંડી સ્વીકારશે હરી એવી પૂર્ણ શ્રદ્ધા,
કોઈ વ્યસન નહીં એક સહી ઇન્સાન
સુંદરમજી કહે ,”હું માનવી માનવ થાઉં”
તેમ તેઓ એક મહામાનવ છે
અમ સૌના હૃદયમાં ચિરંજીવ છે.
