પિતા
પિતા
નથી રાખતા નવ મહિના પેટમાં ભલે....
પણ આખી જિંદગી હોમી નાંખે છે....
એ એક પિતા છે....
જે કેટલીય વાર એક માતાની ગરજ સારે છે...
દિવસભર ભલે ઘરમાં ના રહે..
પણ આખા પરિવારની ખબર રાખે છે઼..
કામ પર હોવાં છતાં એને આખા ઘરની ચિંતા સતાવે છે....
પોતાના સૌ શોખ મારી, એ સંતાનોને સુખ આપે છે...
જતાવે નહીં ભલે પણ કદાચ એક મા જેટલું જ તમને ચાહે છે....
નાની વાતની ચિંતામાં એ કેટલીય રાતો જાગે છે..
ભણતરથી લઈ લગ્ન સુધી એ સઘળી જવાબદારી નિભાવે છે...
ઘડપણમાં પણ ભારરૂપ ના થઈને...
જમાપૂંજી સાચવી રાખે છે....
મરતાં પહેલાં એ સંતાનોને વસિયતમાં પણ નામ આપે છે...
ડગલે પગલે ઓઝલ લાગે પણ પડખે સદાય રહે છે..
એ એક પિતા છે જે વગર શરતે તમને ચાહે છે.
