પિતા
પિતા


આંગળી ઝાલી બતાવ્યું જગ આંગણું,
જવાબદારીનો દરિયો તે પિતા.
જીવન રણાંગણમાં મુજ યોદ્ધાનો,
રથ હાંકનાર સારથિ તે પિતા.
છૂપૂં મમત્વ, લાગણીનો સાગર,
ઉચ્ચ ઑદાર્ય તે પિતા.
હેતની રમતમાં સદા હાર માની,
હૈયે ઝુલાવે તે પિતા.
બોલે કશું ના, બસ નિભાવે જાણે,
સંતાનસુખનો પાર્થી તે પિતા.
બહારે બહારે નિષ્ઠુર કટુ ભાસે,
પ્રતિક નાળિયેર તે પિતા.
આંખોમાં અમી છુપાવે શાંતચિતે,
પ્રેમસુધા વરસાવે તે પિતા.