પિતા સુખ દાતા ...
પિતા સુખ દાતા ...
પિતા સુખ દાતા....
નિરખતા નભે અમે સદા,
એક સૂરજ દૂજા ચંદા
સંસાર આભની બે આભા,
એક માતા ને બીજા પિતા
પહાડ સમ આપની મુદ્રા,
પણ વહાવો ઉર ઝરણાં
તમે જ સારથી તમે કૃષ્ણ !
પ્રેમે ભરો મંગલ ભરણાં
દો શિશુ વયે સુખો અમાપ,
કોટિ ઋણી અમે સંતાન
નથી રૂક્ષ, શ્રીફળ શુકનવંતા
વટવૃક્ષ જ તમે છો પિતા
ભૂલે ભૂલાય ના એવી શાતા,
પામ્યા તવ પ્રતાપે ઓ પિતા
કંડારો ડગર થઈ જ્ઞાતા,
દીધા હીર, પિતા સુખ દાતા
રમેશ પટેલ(આકાશદીપ)
