Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

પિતા છે એ

પિતા છે એ

1 min
361


પિતા લાખ ઝંઝાવાતને ઝીલે અડગ થઈને પિતા છે એ કારમા ઘા ને સહે છે એ તો નગ થઈને પિતા છે એ.


રાત- દિ જોયા વિના દોડે જીવન આખું ન થાકે એ.

પાથરે અજવાળું ઘરમાં રોજ શગ થઈને પિતા છે એ,


હાર ના માને જીવનમાંં એ કદીયે હાંફશે તોયે,

ઉમ્રભર જીવે છે ઘરનો એ જ લગ થઈને પિતા છે એ.


ઈશને જોયા નથી જગમાં કદી જો કોઈએ જાણો,

એ તપીને ઝળહળે છે રોજ ખગ થઈને પિતા છે એ,


ના કદી એ આવવા દે આંચ સંતાનો ઉપર દોસ્તો,

ને કરે રક્ષા સદા સૌની ખડગ થઈને પિતા છે એ.


નગ- પર્વત. 

શગ- દીવાની જ્યોત.

લગ- ટેકો. 

ખગ- સૂર્ય. 

ખડગ-તલવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational