STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

પીળાં પર્ણ

પીળાં પર્ણ

1 min
365

ન પીળાં પર્ણ ડાળે હો, તો કૂંપળને નજર લાગે,

હવે કૂંપળ સુખી થાજે, પાન ખરતા દુઆ માંગે.


સ્નેહ જે બાળને આપો, વડીલો પણ જતન માંગે,

છે ઘડપણ બાળપણ જેવું, રોજ ઇચ્છા નવી જાગે.


હોય સમજણ ઘણીયે છતાં, મન તો બાળક થવા લાગે,

વડીલો બાળ થઈ તમ પાસે, થોડાં લાડ પણ માંગે.


તમે છો જો મુદ્દલ એની, તો વ્યાજ વ્હાલું વઘુ લાગે,

તમારા બાળકોમાં વડીલોને, પોતાનું બાળપણ લાગે.


સાચવી લો સમય એનો, લીલાશે મન ઘણું ભાગે,

વડીલો પાન ખરતું છે, કૂંપળ જોઈ જીવંત લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational