પીગળે આ મનનો અહંકાર તો
પીગળે આ મનનો અહંકાર તો
ઈશ્વર સ્મરણથી પીગળે આ મનનો અહંકાર એમ,
જેમ પીગળે સૂરજના કિરણથી આ બરફ એમ,
આ બરફનું પીગળવું,
એક સુંદર ઝરણાંમાં રૂપાંતરિત થાય છે,
સ્વનું ઓગળવું કંઈ નવું રૂપ આપે,
આપણા અસ્તિત્વને,
મનથી મનને મેળવી શકાય,
સુંદર મનમાં સુંદર વિચારો લાવે
જીવનમાં વસંત,
નફરત ઈર્ષ્યાના પીળા પડેલા પાન ખરે,
તો જ પ્રેમની નવી કૂંપળ ઊગે,
આ હૃદય વૃક્ષ મહી,
આ જીવને શિવમાં ભેળવવું હોય તો,
કર આ મનની ઈમારત સાફ,
નફરત ઈર્ષ્યા ના કર જાળા દૂર,
પ્રેમથી રંગ હૃદયની દીવાલ,
સહકારથી કર શણગાર,
આ મન દર્પણ કરી લે સાફ,
તરા અંતર મનને કરવા પાક.
