ફૂલ
ફૂલ
એક ફૂલ ખીલ્યું ને કરમાઈ ગયું
સવારે પૂજામાં ને સાંજે ઉકરડે ગયું,
વ્યથા એની કોણ સમજે છે અહીં
રોજની ઘટમાળમાં સૌ કોઈ પરોવાયું.
ફૂલ હસતા, રોતા શીખવી ગયું
પ્રેમ ને સુવાસ પ્રસરાવી ગયું,
નાની છે એની એકદિવસીય જિંદગી
કરમાયા પછી અત્તર બની મહેંકી ગયું.