ફરજદાર
ફરજદાર
નીતિ ઉપર સહુ ચાલતા શીખજો,
પણ અનીતિ છોડીને સહુ ચાલજો.
નથી ટકતું અનીતિનું માટે છોડજો,
ઈશ્વર રાજી રહે નીતિથી કામજો.
મેળવી મેળવી ધન કદી ન દાટજો,
ઘણા દુઃખી છે, વાપરવા આપજો.
હોય છે આશા તમારી મદદ કરજો,
મળી જશે દુઆ એને રાજી રાખજો.
ભલે હોય તમારે બહુ મોટો દરજ્જો,
ના ગુમાવશો તમે કદી તમારી ફરજો.
ભલે હો મોટા માણસ ખબર પૂછજો,
સાદાઈથી રહી સુંદર જીવન ગાળજો.
ઘણું આપે પ્રભુ તમને, ભાગ કાઢજો,
જાત માનવ તણી એ જરૂર માનજો.
માનવ શબ્દ બોલીને માનવ બનજો,
ભગવાન તણી ભૂમી સંસ્કાર પામજો.
આવેલ ભિક્ષુકને નિરાશ નવ વાળજો,
મીઠા ઝાડના મૂળ કદીપણ ન ખોદજો.
કાઢ્યો હોય કાંટો તેના ગુણ ન ભૂલજો,
નથી વસવાટ કાયમી તે ધ્યાન રાખજો.
ફરજદાર છીએ તો ફરજ અદા કરજો,
વાણી આપી છે ઈશ્વરે સારું બોલજો.
મગજ આપ્યું વિચારવા સારું શોધજો,
છૂપા શત્રુ ના બનવું નિખાલસ બનજો.
"પ્રવિણ" એક નિવાસી, ઘર છોડજો,
નવી મંઝિલની વાટે એકલા ચાલજો.
