STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ફરિયાદ કર્યા કરું છું

ફરિયાદ કર્યા કરું છું

1 min
323

હું તો સાવ કેવી અણસમજુ છું,

આંખે બાંધી પટ્ટી ને અંધકારની ફરિયાદ કરું છું,


હું તો સાવ કેવી અણસમજુ છું,

બારી બંધ રાખી મારા ઘરની, અને સૂરજનાં આવ્યાની ફરિયાદ કરું છું,


નસીબના સહારે બેસી રહું છું,

કશુંય નાં મળ્યાની ફરિયાદ કર્યા કરું છું,


સંબંધનો છોડ રોપી પાણી સિંચવાનું ભૂલી જાઉં છું,

પછી વસંત ના આવ્યાની ફરિયાદ કર્યા કરું છું,


અહંકારથી ભરપૂર મારા મનનાં માળિયાને રાખું છું,

પછી સફળતા ના મળ્યાની ફરિયાદ કર્યા કરું છું,


દોષ જોવાની મારી કુટેવો છે ઘણી,

જોને સાગર ખારો હોવાની ફરિયાદ કર્યા કરું છું,


દૃષ્ટિકોણ મારો એવો ખોટો છે,

બસ ચાંદમાં પણ હું દાગની ફરિયાદ કર્યા કરું છું,


હું તો સાવ કેવી અણસમજુ છું,

બસ અંધકારની ફરિયાદ કર્યા કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational