STORYMIRROR

nidhi nihan

Romance Tragedy Others

4  

nidhi nihan

Romance Tragedy Others

ફરી મળીશું કહીને

ફરી મળીશું કહીને

1 min
219

હૃદયને બહેલાવું છું હમણાં ફરી મળીશું કહીને

ગૂંથું છું વસંતના શમણાં ફરી મળીશું કહીને,


સડક પર ચાલ્યા જતા જોયા કર્યાં દૂર દૂર લગી

ઉદાસ આંખેથી ફૂટ્યા ઝરણાં ફરી મળીશું કહીને,


ફાઝલ મુલાકાતને પણ તમે અમુલ્ય જ બનાવી

ખોલ્યા પછી યાદોના બારણા ફરી મળીશું કહીને,


વદન પરનું હાસ્ય કંઈક એવી જાદુગરી કરી ગયું

આતમ મહી ઊંડે ઘવાણા ફરી મળીશું કહીને,


ઉમંગોનો મહીસાગર હિલોળે ચઢ્યો એકાએક

'સાંજ' સ્નેહના તાંતણે બંધાણા ફરી મળીશું કહીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance