ફરી એક વાર નાના થઈએ
ફરી એક વાર નાના થઈએ
ચાલ ને ફરી એક વાર નાના થઈએ
ચિંતા વિનાની એ દુનીયા માંજઈએ
રમતાં રમતાં આ જમીન પર પડીએ
ફરી સાઈકલના આટા માટે જીદે ચડીએ
ન નાહવા માટે ના જબરા નખરાં કરીએ
એક ચોકલેટ માટે રડી રડી પાગલ થઈએ
રમકડાંની એ દુકાનમાં આજે ફરી જઈએ
જયાં જયાં ચાલતાં હતા એ રસ્તા ખોળીએ
દાદા દાદીનાં એ ખોળાના સુખને પામીએ
ફરી રાત્રી નાં અંધકાર માં ચાંદામામા રમીએ
