મૂર્તિનો એ સરદાર બોલે છે
મૂર્તિનો એ સરદાર બોલે છે
મૂર્તિમાં રહેલા એ સરદાર બોલે છે,
આ તો મારું કેવું માન સન્માન.!
કરોડોના પૈસે મારી મૂર્તિ સ્થાપી,
પણ મારા દેશના યુવાનો બેરોજગારી, ગરીબ.!!
"મારા દેશનો એ યુવાન બોલે છે,
સરદાર તમારી પ્રતિમા સ્થાપિયે કે નહિ,
પણ,
અમારું તમારા પ્રત્યેનું સ્થાન,
એ પ્રતિમા કરતા કેટલુંય ઉંચું છે".
મારી મુર્તિ પાછળ પોલીસ ખડે પગે.
અને, મારા દેશની દીકરીઓ અસુરક્ષિત.
કાળજું કપાશે મારું,
જ્યારે કોઈ વિદેશી પ્રવાસે આવશે
અને,
મારા દેશની દીકરીઓના,
ઈજ્જત લુંટાવાના સમાચાર સાંભળશે.
શું ઈજ્જત રહશે મારી એ પ્રવાસી સામે,
કે સરદારની પ્રતિમાનું એટલું ઉંચું સ્થાન ને,
દેશની દીકરીઓની ઈજ્જત,
લુંટાતી બચાવી નથી શકતા..
મારી મૂર્તિ પાસે દેશ વિદેશ ફૂલોથી શોભિત,
નયનરમ્ય ફલાવર વેલી અને,
મારા દેશનો ખેડૂત,આત્મહત્યા કરી રહ્યો છે..
દેશને આઝાદી આપવા કર્યા,
આંદોલનો, સત્યાગ્રહો અને જેલવાસો.
અને અત્યારે મારા દેશ,
પક્ષવાદ, જ્ઞાતિવાદ, આંદોલનો,
કરીને અંદરો અંદર ઝગડી રહ્યો છે.
શું આના માટે હતી આઝાદી...?
શું આ છે મારું માન સન્માન..?
મૂર્તિમાં રહેલા એ સરદાર બોલે છે,
આ તો મારું કેવું માન સન્માન.!
